૪૦ સેકન્ડ લાગશે આ વાર્તા વાંચતા પણ બોધ ને જીવનમાં ઉતારજો…

૪૦ સેકન્ડ લાગશે આ વાર્તા વાંચતા પણ બોધ ને જીવનમાં ઉતારજો…

એક નાસ્તિક ખેડૂત હતો. તેના ગામમાં એક સાધુ મહાત્મા પધાર્યા. તેઓનું પ્રવચન સાંભળવા ગામના ધર્મપ્રેમી લોકો આવવા લાગ્યા. પ્રવચન સ્થળેથી ખેડૂત દરરોજ પોતાના બળદોને લઇને નીકળતો. સાધુને પ્રવચન કરતાં જોઈ ખેડૂતને નફરત થતી. સાધુ પોતાના સમય વેડફી રહ્યા છે એમ તેને લાગતું. સાધુનું અપમાન કરવાનો અવસર તે શોધવા લાગ્યો.
એક દિવસ ખેડૂત પસાર થઇ રહ્યો હતો ત્યારે સાધુ મહારાજ પ્રવચનમાં કહી રહ્યા હતા કે કોઇપણ નિયમનું નિયમિત અને શ્રદ્ધાથી પાલન કરવામાં આવે તો તેનું ફળ અવશ્ય મળે છે. ખેડૂત સાધુ પાસે ગયો અને સાધુઓની ઉપરોક્ત વાત ખોટી છે તેમ જણાવ્યું. સાધુએ જણાવ્યું કે મારી આ વાત ખોટી પડશે તો હું સાધુનો વેશ છોડી દઈશ. ખેડૂતે કહ્યું કે મારા ઘરની સામે જે કુંભાર રહે છે તેનું મોઢું જોઈને પછી જ ભોજન ગ્રહણ કરીશ એવો આપ મને નિયમ આપો. સાધુએ તેને નિયમ ગ્રહણ કરાવ્યો.
ખેડૂત દરરોજ કુંભારનું મુખ જોયા પછી ભોજન કરતો. એક દિવસ કુંભાર વહેલો ઘરેથી નીકળી ગયો એટલે કુંભારની રાહ જોતાં ખેડૂતનો ઘણો સમય વહી ગયો. તપાસ કરતા ખેડૂતને ખબર પડી કે કુંભાર નો આવવાનો સમય નક્કી નથી. એટલે તે કુંભારની શોધમાં નીકળી પડયો. કુંભાર ગામના તળાવ પાસે માટી ખોદતો હતો તે વખતે તેને જમીનમાંથી સોનામહોરથી ભરેલો ઘડો મળ્યો. કુંભાર ખુશ થઈને આજુબાજુ જોવા લાગ્યો કે કોઈ મને જોઈતો નથી ગયું ને! તે સમયે ખેડૂતે કુંભારનું મુખ જોઈને ‘ જોઈ લીધું, જોઈ લીધું’ એમ બોલવા લાગ્યો. કુંભારને થયું કે નક્કી આ ખેડૂતે સોના મહોરો જોઈ લીધી છે. એટલે તેણે ખેડૂતને કહ્યું કે આ વાત કોઈને કરીશ નહીં, હું તને આમાંથી અડધી સોનામહોર આપું છું.
ખેડૂત સોનામહોરો લઈ સાધુ પાસે ગયો અને સાધુની ક્ષમા માંગી. પછી તેને સાધુ મહાત્મા પાસે આદર્શ ગૃહસ્થ જીવનને યોગ્ય નિયમો/વ્રતો ગ્રહણ કર્યા.
84 લાખ જીવયોનિ માં એક મનુષ્ય જન્મ જ એવો છે કે જેમાં સંયમનું પાલન થઈ શકે છે. સંયમ ધર્મના પાલન માટે દ્રઢતાપૂર્વક અહિંસા, સત્ય, શીલ વગેરે વ્રતોનો પાલન આવશ્યક છે. તેનું ફળ અનુપમ છે, અમૃત છે. આ લોક અને પરલોકમાં સર્વ સુખોને પ્રદાન કરનાર છે. માટે આપણે નિયમો વ્રતોના પાલન દ્વારા જીવનને ધન્ય અને સફળ બનાવવું જોઈએ.
– બા. બ્ર. સુરેશજી

Comments